વાંચન મૂલ્યાંકન પ્રક્રિયાનો સારાંશ



અભ્યાસક્રમનો ઉદ્દેશ: આ અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ સરળ અને સહજ રીતે બાળકોની પાયાની વાંચન ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની રીતને દર્શાવવાનો છે. આ મૂલ્યાંકન પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક સ્તરે અભ્યાસ કરતાં તમામ બાળકો માટે સરળ રીતે કરી શકાય છે. આ wwww એટલે whenever, wherever, whatever & whosoever એટલે કે, ક્યારેય પણ, ક્યાંય પણ, કંઈ પણ અને કોઈપણ મોડલ પર આધારિત છે. આ અભ્યાસક્રમનો ઉપયોગ એવી રણનીતિ બનાવવા માટે કરી શકાય જેમાં બાળકોની સમાન ભાગીદારી હોય અને દરેક બાળકને તેની જરૂરિયાત પ્રમાણે શીખવાનો મોકો મળે.

આ અભ્યાસક્રમની સામગ્રી, તમામ પૂર્વપ્રાથમિક અને પ્રાથમિક શાળાઓમાં કાર્ય કરતા શિક્ષકો માટે ઉપયોગી થઇ શકે છે, જે ભાષા-નિર્માણ ક્ષમતામાં રોકાયેલા છે. આ અભ્યાસક્રમમાં ચાર મોડ્યુલ છે જે ઘણી ધારણાઓની સમજ આપે છે અને આ વાંચન સામગ્રી સરળ વિડીઓ દ્વારા પણ ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમ ઝડપથી અને સરળ રીતે કરી શકાય છે. આ અભ્યાસક્રમ દરેક વ્યક્તિ કરી શકે છે જે બાળકોની મૂળભૂત વાંચન ક્ષમતા જાણવા માંગે છે. બાળકોનાં વ્યક્તિગત મૂલ્યાંકન કરવા માટે ફોર્મેટસ અને ટુલ્સ(મૂલ્યાંકન પેપર) ડાઉનલોડ કરી શકાય છે. બાળકોની વાંચન ક્ષમતા વધારવા તેમજ મેળવવા માટે સહાયક સામગ્રી પણ પૂરી પાડવામાં આવે છે.

મોડ્યુલ 1- પાયાના વાંચનના મૂલ્યાંકનનો પરિચય

આ મોડયુલમાં ભાગ લેનાર, બાળકના પાયાના વાંચનનું માપન કરવાના મહત્વને જાણશે. મોડયુલમાં વાંચન મૂલ્યાંકન સાધનોના કાર્યોની ઝાંખીનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

મોડ્યુલ 2- બાળકો માટે સાનુકુળ વાતાવરણ બનાવવું.

આ મોડ્યુલમાં, ભાગ લેનારને વાંચનનું મૂલ્યાંકન કરતાં પહેલાં બાળકો સાથે કેવી રીતે આત્મીયતા અને તેમને કેવી રીતે સાનુકુળ વાતાવરણનો અનુભવ કરાવવો તે પ્રક્રિયા પદ્ધતિસર દર્શાવવામાં આવશે.

મોડ્યુલ 3-પાયાના વાંચનનું મૂલ્યાંકન કેવી રીતે કરવું,

આ મોડ્યુલમાં, ભાગ લેનારને વાંચનનું મૂલ્યાંકન અને શીખનારની વાંચન ક્ષમતાના વિવિધ સ્તર (વાર્તા, ફકરો ,શબ્દ, અક્ષર અને પ્રારંભિક)ને કેવી રીતે ઓળખવા તે વિશેની વધુ ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવશે. ભાગ લેનાર કેસ સ્ટડીઝનો ઉપયોગ કરીને મૂલ્યાંકનની પ્રક્રિયા પણ શીખી શકશે.

મોડ્યુલ 4- મૂલ્યાંકનનું પરિણામ એકત્રિત કરવું/ એકસાથે મૂકવું.

આ અંતિમ મોડયુલમાં, ભાગ લેનાર દરેક બાળકના શિક્ષણના સ્તરને કેવી રીતે નોંધ કરી રાખવા, આ માહિતી દ્વારા બાળકોના જૂથ કેવી રીતે બનાવવા અને આ પરિણામની જોઈ શકાય તેવી અને સરળ પદ્ધતિઓ કેવી રીતે સમજવી તે શીખશે. બાળકોની પ્રગતિની નોંધ કેવી રીતે રાખવી, તે પણ ભાગ લેનાર સમજી શકશે.


 
નોંધ: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનની મદદથી આ ફાઉન્ડેશન લીટરસી અને ન્યુમરસી(એફ એલ એન) કાર્યક્રમની અભ્યાસ સામગ્રી તૈયાર કરેલ છે.



Foundational Literacy & Numeracy (FLN) Program